ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ- જામનગર દ્વારા તારીખ 29 /12/2024 ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓની મીટીંગ નું આયોજન કરેલ હતું.આ મિટિંગમાં જે વિદ્યાર્થીનીઓ ભૂતકાળમાં આ કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું તેઓની સાથે કોલેજના સંસ્મરણો અને વિદ્યાર્થીનીઓની યાદગીરી વાગોળવામાં આવી હતી.આ કાર્યક્રમની શરૂઆત કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો.ચેતનાબેન ભેંસદડિયા ના શુભ આશિષથી કરવામાં આવી હતી. આ ઉપરાંત કોલેજના વાઇસ પ્રિન્સિપાલ શ્રી ડો.અનિલભાઈ દ્વિવેદી અને અધ્યાપકશ્રીઓ ડો.વિપુલ કપૂર, ડો.સોમનાથ જોશી અને ડો.કમલેશ દેસાઈ દ્વારા કાર્યક્રમને અનુરૂપ વિદ્યાર્થીનીઓને પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી અને કોલેજના તમામ અધ્યાપક મિત્રો દ્વારા અને વિદ્યાર્થીનીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.