શ્રી એકે ડોશી મહિલા કોલેજમાં N.S.S.વિભાગ અંતર્ગત "SAVE WOMEN FROM SILENT KILLER" અને "પી.એમ.એસ. અને અનિદ્રાની સમસ્યા" કાર્યક્રમનું આયોજન શ્રી એ.કે. દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. ચેતના મેમના માર્ગદર્શન હેઠળ N.S.S. વિભાગ દ્વારા તારીખ 28-1-2025ના રોજ N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડૉ.નઝમા અન્સારીના સાનિધ્યમાં કોલેજમાં આયુર્વેદ યુનિવર્સિટી માંથી ડોક્ટરોની ટીમ ડૉ.સ્વાતિ મેમ, ડૉ.સોનાલી મેમ અને તેમના સ્ટાફ દ્વારા PPT રજૂ કરીને અનિદ્રાને લગતી સમસ્યા અંગે વિસ્તૃત માહિતી આપેલ. આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ પ્રકૃતિ પરીક્ષણ પણ કરાવેલ. તેમજ શ્રી વિધિબા દ્વારા સલામત રીતે સેનેટરી પેડનો ઉપયોગ અને આરોગ્યની કાળજી વિષય ઉપર બહેનોને માહિતી આપી. આ કાર્યક્રમમાં જામનગરના N.S.S. ડીસ્ટ્રીક કો-ઓર્ડીનેટર સોનલબેન જોષી મેમ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ વિધ્યાર્થીની બહેનો માટે ખૂબ જ ઉપયોગી રહેલ. ડૉ.ધર્મિષ્ઠા મેમ એ આભાર વિધિ કરી. કાર્યક્રમ ને સંપન્ન કર્યો. વિદ્યાર્થીએ અને કોલેજના સમગ્ર પ્રોફેસર મિત્રોના સાથ સહકારથી આ કાર્યક્રમ સંપન્ન થયો.