એ.કે.દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા સૂચનક્રિયા અંગેનો પ્રયોગ યોજવામાં આવ્યો એ.કે.દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડીયા ના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગમાં તા-20/12/2024 ના રોજ ટી.વાય,બીએ સેમ/6 માં પેપર નંબર 19 સમાજલક્ષી મનોવિજ્ઞાનના અભ્યાસક્રમને આનુષાંગિક સૂચનક્રિયા અંગેનો પ્રયોગ ડો. ધર્મિષ્ઠાબેન કરડાણીના નેજા હેઠળ યોજવામાં આવ્યો. જેમાં મનોવિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કેતનભાઇ ધોળકિયાએ સૂચનક્રિયા અંગેનો પ્રયોગ વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓને કરાવી સૂચન ક્રિયાને સરસ રીતે સમજાવ્યું. જેમાં વિદ્યાર્થીનીઓ અને કોલેજના પ્રોફેસરો પણ જોડાયા. તેમજ કેતનભાઇ ધોળકિયાએ તાજેતરના ઉદાહરણો આપીને વિદ્યાર્થીઓને સૂચનક્રિયા અંગેનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. તથા હેડ ડો.ભાવના બેન ગામીતે આભારવિધિ કરી વિદ્યાર્થીઓ ને પ્રેરકબળ પૂરું પાડ્યું. અંતે વિદ્યાર્થીઓ અને કોલેજના સમગ્ર પ્રોફેસરો ના સહકાર દ્વારા કાર્યક્રમ સુચારુ સંપૂર્ણ થયો.