ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ, જામનગરમાં વિદાય સમારોહ યોજાયો જામનગર: ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં આર્ટ્સ અને કોમર્સ ના અંતિમ વર્ષની વિદ્યાર્થીનીઓ માટે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ગમગીની સાથે પોતાની યાદગાર પળો વહેંચી, જ્યારે અધ્યાપકોએ વિદ્યાર્થીની બહેનોને ઉજ્જવળ ભવિષ્ય કેળવવા પ્રેરણાદાયક સંદેશા આપ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો, યાદગાર ક્ષણો અને પ્રેરણાત્મક ભાષણોથી ભરપૂર આ વિદાય સમારોહમાં વિદ્યાર્થીનીઓએ સહ-અધ્યયનના દિવસોની યાદગીરીઓ તાજી કરી. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચેતનાબેન ભેંસદડીયા એ અને ફેકલ્ટી મેમ્બરોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી.