ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજ દ્વારા તારીખ 14/09/2024 ના રોજ "લર્ન, અને ડોનેટ" કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીની બહેનો દ્વારા જાતે કમાયેલા રૂપિયા 18000 નું દાન ઝૂંપડપટ્ટીમાં રહેતા 85 જેટલા બાળકોને કોલેજ ખાતે આમંત્રિત કરીને તેઓને શૈક્ષણિક કીટ વિદ્યાર્થીઓના હસ્તે આપીને કરવામાં આવ્યું. તેમજ વિદ્યાર્થીની બહેનોએ આ ઝુપડપટ્ટીના બાળકો સાથે એક જ ટેબલ પર બેસીને અનલિમિટેડ પિઝા નો આનંદ લીધો. કૉલેજના વિઝનરી પ્રિન્સીપાલ ડૉ. ચેતનાબહેને સર્વે બાળકોને આશીર્વાદ પાઠવ્યા. આ કાર્યક્રમના મુખ્ય સૂત્રધાર ડો. વિપુલ કપૂર સાહેબે પણ આપણાં સૌનાં જીવનમાં દાન અંગેનું મહત્વ વધે અને "वसुदेव कुटुंबकम" ની ભાવના વિદ્યાર્થીઓના જીવનમાં ઉતરે એવી શુભકામનાઓ પાઠવી.