એ.કે. દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ઓગસ્ટ કોમ્ત જન્મ જયંતિ ની ઉજવણી સમાજશાસ્ત્ર ના પિતા તરીકે નું બિરુદ મેળવનાર ઓગસ્ટ કોમ્ત (19 મી જાન્યુઆરી 1798) ની જન્મ જયંતી કાર્યક્રમ 24/1/2025 શુક્રવારના રોજ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડીયા ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆત સમગ્ર કોલેજના પ્રોફેસરોના સાનિધ્યમાં પ્રાર્થના, દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીનીઓએ સામાજિક વિચારક ઓગસ્ટ કોમ્ત ને પ્રોજેક્ટ, વક્તવ્ય, ચાર્ટ પેપર, પ્રશ્નોત્તરી, બોર્ડવર્ક, રંગોળી, પુસ્તકો વગેરે દ્વારા રજૂઆત કરીને ખરા અર્થમાં ઓગસ્ટ કોમ્ત ની દાર્શનિક વિચારધારાઓ વિશે વિચારમંથન કર્યું. પ્રિન્સિપાલ શ્રી ડો. ચેતના મેડમ એ સમગ્ર વિદ્યાર્થીનીઓને તથા સમાજશાસ્ત્ર વિભાગને આ કાર્યક્રમ યોજવા બદલ પ્રોત્સાહન પૂરું પાડી શુભકામનાઓ પાઠવી. સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડો. ભાવનાબેન ગામીતે ઓગસ્ટ કોમ્ત ના વિચારોને સૈદ્ધાંતિક દ્રષ્ટિબિંદુથી સુંદર રીતે રજૂ કર્યા. અંતે સમાજશાસ્ત્રના અધ્યાપક ધર્મિષ્ઠાબેન કરડાણી એ ઓગસ્ટ કોમ્તની ફિલોસોફી પરીપ્રેક્ષ્ય વિશે જણાવી આભાર વિધિ કરીને કાર્યક્રમને પૂર્ણ કર્યો. અંતે વિદ્યાર્થીનીઓ અને કોલેજના સમગ્ર સ્ટાફ મિત્રોના સાથ સહકાર દ્વારા કાર્યક્રમ સંપન્ન થયો.