પ્રિન્સિપાલશ્રી ડો. ચેતના મેડમ ભેસદડિયા ના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર એસ.વાય બીએ માઇનર સમાજલક્ષી મનોવિજ્ઞાન વિષયના અનુસંધાને “માનસિક રીતે અસ્વસ્થ મનોરોગીઓ અને સમાજ” વિષય પર એ.કે.દોશી મહિલા કોલેજના મનોવિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. કેતનભાઇ ધોળકિયા નું વ્યાખ્યાન તારીખ 1/ 2/ 2025 ના રોજ યોજવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીનીઓને સમાજમાં માનસિક રીતે અસ્વસ્થ મનોરોગ્યના પ્રશ્નો તેમજ સમાજ સાથે કેવી રીતે તેઓનું તાદાત્મય સાધવું તેને ઉદાહરણ દ્વારા ડો.કેતનભાઇ ધોળકિયાએ રસપ્રદ અને અર્થપૂર્ણ વ્યાખ્યાન આપ્યું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડો.ધર્મિષ્ઠા કરડાણીના નેતૃત્વમાં થયું. અને અંતે તેઓએ આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો. સર્વ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓના સહકાર દ્વારા કાર્યક્રમ સંપન્ન થયો.