• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
"THE FIT INDIA MOVEMENT " Photo

"THE FIT INDIA MOVEMENT "

"THE FIT INDIA MOVEMENT " ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં આજ રોજ તા. ૯ જુલાઈ ૨૦૨૫, બુધવાર ના 'THE FIT INDIA MOVEMENT' અંતર્ગત 'જાગૃતિ કાર્યક્રમ' નું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં 'ખાદ્ય તેલ ના વપરાશ અંગે' ચર્ચા કરવામાં આવેલ. આ કાર્યક્રમ કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એ. કે. દોશી મહિલા કોલેજના સંપૂર્ણ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં 'FIT INDIA' અંતર્ગત અલગ અલગ અધ્યાપકોએ પોતાના વકતવ્ય રજૂ કર્યા. જેમાં ડૉ. ભાવના મેમ ગામીત એ FIT INDIA પર તેમનું વકતવ્ય આપ્યું. મનોવિજ્ઞાન વિભાગ ના અધ્યાપક ડૉ. કેતન સરે 'સ્વસ્થ કેમ રહેવું? ' તેમના વિશે માર્ગદર્શન આપ્યું. ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. સોઢા સરએ 'શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેવા માટે શું કરવું? તે વિશે ચર્ચા કરી. હિન્દી વિભાગના અધ્યાપક ડૉ. દેસાઈ સરએ 'શું ખાવું?, કેટલું ખાવું?, અને કયારે ખાવું? ' એના વિશે વાત કરી. કોલેજ ના બે વિદ્યાર્થીનીઓ પરમાર શ્રધ્ધા એ 'ખાદ્ય તેલ કેવું ખાવું?, કેટલું ખાવું? ' એના વિશે માહિતી આપેલ અને ગંધા જાનવી એ 'સ્વસ્થ રહેવા માટે જીવનમાં રમત ગમત નું શું મહત્વ છે? ' તેના વિશે માહિતી આપી. કોલેજ ની વિદ્યાર્થીની જાડેજા મયુરીબા, કન્ચવા હેમાન્ગીબા, વાઢેર દીશાબા દ્વારા 'FIT INDIA MOVEMENT' પર પોસ્ટર બનાવવામાં આવેલ. આ સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. નઝમા અન્સારી મેડમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમ ના અંતે ડૉ. ધર્મિષ્ઠા મેમ દ્વારા આભારદર્શન કરવામાં આવ્યો. કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ એ આ પ્રોગ્રામ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા.