વર્કશોપ ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં યોજાયેલ વર્કશોપ. ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કોલેજમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા Innovation cell, AICTE OF INDIA ના સંયુક્ત ઉપક્રમે તા. ૨-૭-૨૦૨૫ ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપ કોલેજના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ ના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવેલ. આ વર્કશોપમાં ભારત સરકારના શિક્ષા મંત્રાલય ના ઈનોવેશન સેલના રીજનલ મેનેજર શ્યામ સુન્દર સરે Introduction to Innovation ઉપર તેમનું પ્રેઝન્ટેશન રજૂ કરેલ. આત્મીય યુનિ. ના પ્રોફેસર ડૉ. કેયુર પરમાર સરે Innovation & start up liteccle : Idea to startups પર તેમનું પ્રેઝન્ટેશન રજૂ કરેલ. ભારત સરકાર શિક્ષા મંત્રાલય દ્વારા સ્થાપિત અમદાવાદ ઈંડોવેશન સેન્ટર ના ઈનોવેશન માંથી પધારેલ મિતેષ વાઢેર સરે "Introduction to IPR, Grants & schemes" પર પોતાનું પ્રેઝન્ટેશન આપેલ અને અલગ અલગ સ્કીમ વિશેની માહિતીથી અવગત કરેલ. આ વર્કશોપમાં જામનગર જીલ્લાની બધી જ કોલેજોના પ્રિન્સીપાલો, ઈનોવેશન સેલના કો. ઓર્ડિનેટરો અને અધ્યાપકો એ ભાગ લીધેલ. એ. કે. દોશી મહિલા કોલેજ આ વર્કશોપના આયોજન બદલ ગૌરવ અનુભવે છે. પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ આ વર્કશોપ માં પધારેલ બધા જ પ્રિન્સીપાલો, કો. ઓર્ડિનેટરો ને વર્કશોપમાં ભાગ લેવા બદલ અભિનંદન પાઠવેલ. આ વર્કશોપ નું સંચાલન એ. કે. દોશી મહિલા કોલેજના હિન્દી વિભાગના પ્રોફેસર ડૉ. નઝમા અન્સારી મેડમે કરેલ. આ આખો વર્કશોપ સફળતા પૂર્વક યોજવા બદલ ભારત સરકાર ના શિક્ષા મંત્રાલય ઈનોવેશન સેલના રીજનલ મેનેજર શ્યામ સુન્દર સરે કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ. ચેતના મેડમ નો આભાર વ્યક્ત કરેલ.