• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી Photo

શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી

ભવન્સ શ્રી એ. કે. દોશી મહિલા કૉલેજ, જામનગરના ગુજરાતી વિભાગ દ્વારા કૉલેજના આચાર્યશ્રી ડૉ. ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સર્જક શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી તા. ૨૧/૦૭/૨૦૨૫ના રોજ ઉજવવામાં આવી હતી. કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજું કરીને કર્યો હતો. ત્યારબાદ ગુજરાતી વિષયની વિદ્યાર્થિનીઓએ કવિ ઉમાશંકરના જીવન-સર્જનનો પરિચય, તેમના દ્વારા રચાયેલા કાવ્યોનું પઠન-ગાયન રજું કરીને ઉમાશંકરના સર્જક વ્યક્તિત્વને ઉજાગર કર્યું હતું. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો. જિતેન્દ્ર સોઢા સાહેબે કવિશ્રી ઉમાશંકરને ‘માનવીય સંવેદના વ્યક્ત કરતા નોંધપાત્ર સર્જક’ તરીકે ઓળખાવ્યા હતાં. કૉલેજના આચાર્યાશ્રી ચેતનાબેન ભેંસદડિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં આ પ્રકારના કાર્યક્રમ કરવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી અને વિભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં કૉલેજના તમામ અધ્યાપકો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમના અંતે કાર્યક્રમને સફળ બનાવનારા સૌ કોઈનો આભાર ગુજરાતી વિભાગના અધ્યાપક ડૉ. ક્રિષ્ના ચાંદલિયા એ વ્યક્ત કર્યો હતો.