• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
વિશ્વવસ્તી દિવસ Photo

વિશ્વવસ્તી દિવસ

શ્રી એ.કે.દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વવસ્તી દિવસ કાર્યક્રમ યોજાયો. 21મી સદીના વિશ્વમાં અતિવસ્તી વિસ્ફોટની સમસ્યા ઝડપથી વધી રહી છે ત્યારે લોક જાગૃતિ અને યુવાનોમાં વસ્તી વિષયક પડકારો અંગે સમજ કેળવાય જે હેતુસર ભવન્સ શ્રી એ. કે દોશી મહિલા કોલેજમાં પ્રિન્સિપાલ શ્રી ડો. ચેતનામેમ ભેંસદડિયાના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા અભ્યાસક્રમ આનુષાંગિક વસ્તી અને સમાજ, વસ્તીશાસ્ત્ર જેવા વિષયો માં વિદ્યાર્થીનીઓમાં સુસજજતા કેળવાય તે અર્થ, 11મી જુલાઈ શુક્રવાર 2025 ના રોજ વિશ્વવસ્તી દિવસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની શરૂઆત સૌ પ્રોફેસર શ્રી ઓના સાનિધ્યમાં પ્રાર્થના અને દીપપ્રાગટય થી કરવામાં આવ્યો. જેમાં વિદ્યાર્થીનીઓ એ વસ્તી વિશે સ્પીચ, ચાર્ટ પોસ્ટર દ્વારા જાગૃતિ, પી.પી.ટી. પ્રેઝન્ટેશન, પ્રશ્નોતરી, બોર્ડ સુશોભન વગેરે અનેકવિધ કૃતિઓને રજૂ કરી ખરા અર્થમાં વિશ્વવસ્તી દિવસને સાર્થક કર્યો. સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. ભાવના મેમ ગામિતે વસ્તીશાસ્ત્રનો ઉદ્દભવ અને વસ્તી અભ્યાસની આવશ્યકતા વિશે જણાવ્યું અને ડો. ધર્મિષ્ઠામેમ કરડાણીએ અતિવસ્તીની સમસ્યાને સામાજિક અને આર્થિક પરિપ્રેક્ષ્ય દ્વારા સમજાવ્યો. અર્થશાસ્ત્ર વિભાગના હેડ ડૉ. હાજાસર ઓડેદરાએ વસ્તીને આર્થિક વિકાસ અંગેના દ્રષ્ટિબિંદુથી માહિતી પ્રદાન કરી. તેમજ અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. વિશ્વામેમ ગરસરીએ આભાર વિધિ કરી. અંતે વિદ્યાર્થીનીઓ અને સમગ્ર સ્ટાફ પ્રોફેસરશ્રીઓના સાથ અને સહકાર સાથે સમગ્ર કાર્યક્રમ ખરા અર્થમાં સંપન્ન થયો.