• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
Finishing School Photo

Finishing School

ભવનસ્ શ્રી એ. કે. દોશી મહિલા કૉલેજ- જામનગરમાં તારીખ - 25/08/2025થી KCG અમદાવાદ દ્વારા કાર્યરત Finishing Schoolનો કોર્સ ચાલુ કરવામાં આવ્યો હતો. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થાય અને તેમનું શ્રેષ્ઠ વ્યક્તિત્વ ઘડાય તે છે. આર્ટ્સના અંતિમ વર્ષના કુલ 97 વિદ્યાર્થીઓએ આમા ઉત્સાહભેર રજીસ્ટ્રેશન કર્યુ હતું. KCG દ્વારા નિમાયેલ શ્રી વિશાલ સર અને શ્રી કૃપા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને લાઈફ સ્કીલ, અંગ્રેજી ભાષા સજ્જતા તથા સોફ્ટ સ્કીલ વિષયક નવીન જાણકારી મેળવી હતી. અત્રેની કૉલેજના આચાર્યશ્રી ડૉ.ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શનમાં Finishing Schoolના કોડિનેટર ડૉ.ક્રિષ્નાબેન ચાંદલિયા દ્વારા તેનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીની બહેનોએ છેલ્લા દિવસે પોતાના 20 દિવસના અનુભવો વ્યક્ત કર્યા હતાં. કાર્યક્રમના આરંભથી અંત સુધી ડૉ. કેતન સર, ડૉ. ભાવના મેડમ, શ્રી વિજય સરનો સાથ અને સહકાર નોંધપાત્ર રહ્યો છે અને સમગ્ર સ્ટાફના સહયોગથી તારીખ - 15/09/2025ના રોજ આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ થયો.