એ.કે .દોશી મહિલા કોલેજમાં આર્ટસ્ વિભાગ દ્વારા શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ થીમ પર “ગુરુપૂર્ણિમા” દિવસની અનોખી ઉજવણી ભવન્સ શ્રી એકે દોશી મહિલા કોલેજ ના પ્રિન્સિપાલશ્રી ડો. ચેતનામેમ ભેંસદડિયા ના માર્ગદર્શન હેઠળ આર્ટસ વિભાગમાં તા-૨૫/૦૭/૨૦૨૪ ના રોજ ગુરુપૂર્ણિમા દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં કોલેજના વિદ્યાર્થિનીઓએ ગુરુજનોને તિલક કરી ફૂલોથી ગુરુજી નું સ્વાગત કરી ગુરુ વંદના કરી. તેમજ ભગવાન શ્રીકૃષ્ણ જગતગુરુ ની યાદ સાથે વિદ્યાર્થીનીઓએ વક્તવ્ય, સુશોભન, શ્રીકૃષ્ણ રાસ.ગીત, સંગીત રંગોળી, વગેરે કૃતિઓ રજૂ કરી ગુરુજી પ્રત્યેનો ભાવ વ્યક્ત કર્યો.જે સમાજશાસ્ત્રના અધ્યાપક ડો. ધર્મિષ્ઠામેમ કરડાણી તથા ગુજરાતી વિભાગના ડો. ક્રિષ્નામેમ ચાંદલીયા ના માર્ગદર્શન હેઠળ વિવિધ કૃતિઓની તૈયારી કરવામાં આવી. કાર્યક્રમમાં કોલેજના વાઇસ પ્રિન્સિપાલશ્રી સંસ્કૃત વિભાગના હેડ ડો. અનિલ દ્વિવેદી સરે ગુરુ અને શિષ્યના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમજ કોલેજના પ્રિન્સિપાલશ્રી ડો.ચેતનામેમ ભેંસદડીયાએ વિદ્યાર્થિનીઓને ગુરુનું જીવનમાં મહત્વ વિશે રસપ્રદ ચર્ચા કરી જ્ઞાન આપ્યું. અને સમગ્ર કોલેજના પ્રાધ્યાપકશ્રી ઓ અને વિદ્યાર્થિનીઓના સાથ સહકાર દ્વારા સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. અંતે હિન્દી વિભાગના હેડ ડો. કમલેશ દેસાઈ સરે આભાર વિધિ કરીને ગુરુપૂર્ણિમા કાર્યક્રમ ને ખરા અર્થમાં સાર્થક કર્યો.