ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ જામનગર ગ્રંથાલય વિભાગ ૨૩-અપ્રિલ-૨૦૨૪ વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે 23 એપ્રિલના દિવસે વિશ્વભરમાં વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વ જયારે વિલિયમ શેક્સપીયર અને મિગુએલ ડી સર્વાંટેસ જેવા લેખકોને આદર આપવા વિશ્વ પુસ્તક દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજ જામનગરના આચાર્યા ડો ચેતનાબેન ભેંસદડિયાના માર્ગદર્શન તેમજ ગ્રંથાલય વિભાગના ડો. વિજય જોષીના સાનિધ્યમાં તા. ૨૩/૦૪/૨૦૨૪ ના રોજ ગ્રંથાલયમાં વિશ્વ પુસ્તક દિવસે પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી વિદ્યાર્થિનીઓએ વિવિધ પુસ્તકોને સુંદર રીતે રજુ કર્યા તેમજ વિલિયમ શેક્સપીયર, એડમ સ્મિથ અને ગુજરાતી લેખકોના બુક રીવ્યુને દર્શાવ્યા હતા.કોલેજના સમગ્ર સ્ટાફે કાર્યક્રમમાં સહયોગ આપેલ તેમજ ડો નઝમા અન્સારી, ડો ભાવના ગામીત અને ડો ધર્મિષ્ઠા કરડાણી એ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી તેમજ પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીને ઇનામ તરીકે બૂક આપવામાં આવેલ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ તેમજ વિધાર્થીનીઓમાં વાંચન,લેખન નું પ્રમાણ વધે તે માટે પ્રીન્સીપાલ દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ.