• icon(+91) 0288 - 2756298
  • iconakdmcjam@gmail.com
  • iconMahila College Road, Patel Colony, Jamnagar, 361008, Gujarat, India
ONE DAY SECURITY AND CYBER CRIME AWARENESS SEMINAR Photo

ONE DAY SECURITY AND CYBER CRIME AWARENESS SEMINAR

ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજમાં સાયબર સિક્યુરિટી -કવચ અંતર્ગત ONE DAY SECURITY AND CYBER CRIME AWARENESS SEMINAR યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં ઓનલાઇન સાઈબર ફ્રોડ વિશે જાગૃતિ લાવવાનો હતો.જેમાં સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.ભાવના આર.ગામીતે જણાવ્યું કે આધુનિક સમાજની દેણ એટલે સાઈબર ક્રાઇમ.આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને ઈમેઈલ હેકીંગ, સિમ સ્વેપિંગ ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ, ઈમેઈલ સ્પુફીંગ ફ્રોડ,ઇ -કોમર્સ સંબંધિત ફ્રોડ, રેન્સમવેર એટેક,ડેટા થેફટ, વાયરસ ઓનલાઈન ડેબીટ કાર્ડ /ક્રેડીટ કાર્ડ ફ્રોડ ,જોબ ફોડ (નોકરી સંબંધિત ફ્રોડ), મેટ્રીમોનીયલ ફ્રોડ, લોન ફ્રોડ, ઇન્શ્યોરન્સ ફ્રોડ વિશે કોલેજના એફ વાય,એસ વાય અને ટીવાય ના વિદ્યાર્થીઓને ઓનલાઇન સાઈબર ફ્રોડવીશે પીપીટી વડે બતાવીને તેવા ફ્રોડ થી કઈ રીતે બચી શકાય તેની ઊંડાણપૂર્વકની માહિતી આપી, વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા.અંતમાં સાઇબર સુરક્ષા જાગૃતિ અંગે પ્રતિજ્ઞા લઇ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.આ કાર્યક્રમ ભવન્સ શ્રી એ.કે.દોશી મહિલા કોલેજનાં આચાર્ય શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડીયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમ ડૉ. હાજાભાઈ ઓડેદરા, ડૉ. ધર્મેશભાઈ ખાંનપરા અને પ્રો. ભુમિબેન મહેતાનાં સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો.