એ.કે.દોશી મહિલા કોલેજમાં સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓમાં રસોઈ કૌશલ્યમાં સર્જનાત્મકતા અને સ્વ અભિવ્યક્તિ પ્રોગ્રામનું આયોજન આજ રોજ તા-1/1/2025 ને બુધવારના રોજ નવા વર્ષની શરૂઆત સાથે એ.કે.દોશી મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડો. ચેતના મેડમ ભેંસદડિયા ના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓમાં રસોઈ બનાવવાની આવડત આવે, સમૂહ ભાવના વિકસે, સાથે સહવાસ, એકતા અને મદદની ભાવના કેળવાય તે અર્થે અભ્યાસક્રમની સાથે સમાજ જીવનના મૂલ્ય કૌશલ્યને દૈનિક જીવનમાં ઉતારે એ હેતુસર સમાજશાસ્ત્ર વિભાગના હેડ ડો. ભાવના બેન ગામીત અને ડો. ધર્મિષ્ઠા બેન કરડાણી ના સાનિધ્યમાં આયોજન કરવામાં આવ્યું. જેમાં ટી.વાય બીએ સેમ/6 ના વિદ્યાર્થીનીઓએ પ્રોટીન અને વિટામીન યુક્ત વાનગીઓ જેવી કે. વઘારેલો રોટલો, વેજીટેબલ ખીચડી, પુલાવ, ઈડલી, ઢોકળા, ભજીયા ચટણી, સુકી ભાજી, મગ ચણા નુ શાક, લસણીયા ગાજર, પરોઠા, દાળપુરી, મિક્સ લોટના થેપલા, આલુ પરોઠા, વેજીટેબલ રવાના પુડલા, અડદિયા, તલની ચીકી, છાશ વગેરે વાનગીઓ વહેલી સવારે જાતે બનાવી ને વળી પાછા કોલેજના સમયે સમયસર પહોંચીને સુંદર મજાનું આયોજન કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી. ડો. ચેતના મેડમ ભેંસદડિયા એ વિદ્યાર્થીનીઓને આવા સર્જનાત્મક કૌશલ્ય કેળવવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. અને કોલેજના સમગ્ર પરિવાર સ્ટાફ મિત્રોએ પણ આ રસોઈ નો આસ્વાદ માણ્યો અને બધા વિદ્યાર્થીની ઓ ને અભિનંદન પાઠવ્યા હતા.